Manav Kalyan Yojana 2024

માનવ કલ્યાણ યોજના Manav Kalyan Yojana 2024

Manav Kalyan Yojana 2024 : ગુજરાત રાજ્યએ ગુજરાતના નાગરિકોની આર્થિક સ્થિતિ નબળી છે તેને સુધારવા માટે અનેક પગલા લીધા છે. તેના હેતુ ને દયાને રાખી ને જ એક યોજના ને શરૂ કરવામાં આવી છે અને તે છે
માનવ કલ્યાણ યોજના Manav Kalyan Yojana 2024. આ યૂજનાનો મુખ્ય ઉદ્દેશ વંચિત જાતિ અને ગરીબી રેખા હેઠળ જીવતા લોકો ને પ્રગતિની તમામ સુવિધાઓ આપવાનો છે.

આ યોજના હેઠળ, સરકાર ૧૫ હજારથી ઓછી આવક ધરાવતી વ્યક્તિને સાધનો પ્રદાન કરશે. તેનાથી તે વ્યક્તિ પોતાનો ધંધો એટલે કે વ્યવસાય શરૂ કરી શકે.આ પહેલ અનેક યોજનાનો લાભ સરકારે આપ્યો છે. તે યોજનાનો હેતુ તેમને સ્વ-રોજગારની તકો આપવાનો હતો. તે યોજનાનો લાભ લઇ પરિણામે તેઓની આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે.

માનવ કલ્યાણ યોજના (Manav Kalyan Yojana 2024)

યોજનાનું નામમાનવ કલ્યાણ યોજના
આયોગ નું નામકુટીર અને ગ્રામોદ્યોગ
લાભાર્થીનવો ધંધો શરૂ કરવા ઇચ્છુક ગુજરાત નાગરિક 
ઉદ્દેશ્યપછાત જાતિ અને ગરીબ સમુદાયની આર્થિક પ્રગતિ
અરજી કરવા માટે વેબસાઇટઅહી ક્લિક કરો

યોજનાનો ઉદ્દેશ્ય

નાનો ધંધો-રોજગાર શરુ કરવા ઇચ્છતા હોય તેવા વ્યક્તિઓને સ્વ-રોજગારીના ધંધા કે રોજગાર ને અનુરૂપ સાધનો આપવામાં આવે અને તેઓનો ધંધો સરળતા થી તે શરુ કરી શકે અથવા તો તેઓના ચાલુ ધંધાને વધુ સારી રીતે આવક મળી શકે. આ યોજના માત્ર રિપેરમેન, મોચી, દરજી, કુંભાર, બ્યુટી સલુન્સ, લોન્ડ્રી સેવાઓ, દૂધ વિક્રેતાઓ, ફિશ મોંગર્સ, લોટ મિલો, પાપડ ઉત્પાદકો અને મોબાઇલ રિપેર જેવા વ્યાવસાય માટે ખુલ્લી છે.તમામ અનુકુળ વ્યક્તિઓ તેઓના તમામ પુરસ્કારો મેળવી શકે છે.

યોજના માટે પાત્રતા અને માપદંડ

ઉંમર

ન્યુનતમ ૧૮ અને મહત્તમ ૬૦ વર્ષ સુધી ના તમામ લોકો આ યોજના માટે અરજી કરી શકે છે.તે વ્યક્તિ જેતે ધંધા કે રોજગાર ના વ્‍યવસાય માટે જરૂરી સાધનોની સહાય સરકાર તરફથી મેળવી શકે છે.

આવક મર્યાદા

ગ્રામ્ય વિસ્તાર માં રહેતા લોકો નો જિલ્લા ગ્રામ્ય વિકાસ વિભાગ ની યાદી માં ઉલેખ હોવો જોઈએ, તેવા લાભાર્થીઓ ને આવક નો દાખલો રજૂ કરવાની જરૂર રહશે નહી.

ગ્રામ્‍ય વિસ્‍તારના કુટુંબની વાર્ષીક આવક રૂ. ૧૨૦૦૦૦/- અને શહેરી વિસ્‍તાર ના કુટુંબની વાર્ષીક આવક રૂ. ૧૫૦૦૦૦/- સુધી ની હોય તેવા લોકો જ આ યોજના નો લાભ લઇ શકે છે. તેવા લોકો ને જ મામલતદાર કચેરી અથવા તાલુકા મામલદાર અધિકારી નો આવક નો દાખલો આપવો ફરજીયાત છે.

યોજના માટે રોજગારની યાદી

  • સુશોભન કાર્ય
  • વાહન સેવા અને સમારકામ
  • સ્ટિચિંગ
  • ભરતકામ
  • મોચી
  • માટીકામ
  • ચણતર
  • વિવિધ પ્રકારની ફેરી
  • મેકઅપ કેન્દ્ર
  • પ્લમ્બર
  • લોન્ડ્રી
  • સુથાર
  • બ્યુટી પાર્લર
  • ગરમ ઠંડા પીણાના નાસ્તાનું વેચાણ
  • કૃષિ લુહાર/વેલ્ડીંગ કામ
  • ઇલેક્ટ્રિકલ સાધનોનું સમારકામ
  • દૂધ, દહીં વેચનાર
  • પંચર કીટ
  • અથાણું
  • સાવરણી સુપડા બનાવી
  • માછલી પકડનાર
  • પાપડ બનાવવું
  • ફ્લોર મિલ
  • મોબાઇલ રિપેરિંગ
  • સ્પાઈસ મિલ
  • રસોઈ માટે પ્રેશર કૂકર
  • પેપર કપ અને ડીશ મેકિંગ
  • હેરકટ

યોજના માટે જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ અથવા લાઇસેંસ અથવા લીઝ કરાર )
  • અરજદારનો જાતી નો દાખલો
  • અરજદારનો વાર્ષિક આવકનો દાખલો
  • અભ્યાસનો પુરાવા
  • વ્યવસાયલક્ષી તાલીમ લીધેલી હોવાનો પુરાવો
  • બાંહેધરીપત્રક (સોગદનામું)
  • એકરારનામું

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જવું.
  • તમારે સૌ પ્રથમ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાનું રહશે.
  • Registration પર ક્લિક કરવું.
  • તેમાં તમારે બધી જ વિગતો ભરવાની રહેશે.
  • Registration કર્યા બાદ તમારા E-mail ID પર id password આવી જશે.
  • ત્યાર બાદ Login કરવાનું રહેશે.
  • Login કર્યા બાદ તમારે બધી વિગતો ફોર્મમાં ભરવાની રહેશે.
  • બધી વિગતો ભર્યા બાદ તમારે ફોર્મ Submit કરવાનું રહેશે.
  • ત્યાર બાદ એપ્લિકેશન Print કરવાની રહેશે.

નોંધ

અમે Manav Kalyan Yojana 2024 ની પોસ્ટ માં તમામ માહિતી સાચી આપી છે પરંતુ જો કોઈ ભૂલ હશે તો અમે તેના માટે જવાબદાર રહેશું નહી.તમામ મિત્રો ને વિનંતી કે, અરજી કરતા પહેલા યોજના ની તમામ માહિતી website પર જઈ અથવા સંસ્થા નો સંપર્ક કરી જાણી લેવા માટે વિનંતી. અમારો ઉદેશ્ય માત્ર આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ યોજનાની આપેલી માહિતી માં કોઈ પણ ફેરફાર હોઈ શકે છે. તમામ સૂચના ધ્યાનથી વાંચો. તમામ માહિતી માટેની લીંક નીચે આપેલ છે. તે તપાસો.

મહત્વપૂર્ણ સૂચના

અમે અમારી વેબસાઇટ પર રોજબરોજ ની નોકરીની અને રોજબરોજ ની યોજના માટેની સૂચના આપીએ છીએ. વધુ યોજનાઓ અને નવી નોકરીઓની માહિતી માટે કૃપા કરીને અમારી વેબસાઇટની વારંવાર મુલાકાત લો.

મહત્વૂર્ણ લીંક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
અરજી કરવા માટે ની વેબસાઇટઅહીં ક્લિક કરો
Home Pageઅહીં ક્લિક કરો

અમારી વેબસાઇટ ની મુલાકાત લેવા બદલ તમારો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *